પિતા ક્યાં સમજાય છે?
__________________
તમારા નામ પાછળ લખેલું એક નામ છે,
જે અનેરૂ યાત્રા ધામ છે.
જમીન માં દટાયેલું એક વટવૃક્ષ છે,પણ એ બીજ માં ક્યાં દેખાય છે?,
સુખ અને દુઃખ નો પડછાયા જે એમના ચહેરા પર ક્યાં દેખાય છે?
આ જોવા નું એક્સ રે હોય તમ હૃદય માં, તો આ પિતા છે એવું સમજાય છે .
રાત્રે મોડા આવે અને સવારે ચાલી જાય છે, એ મૌન માં જ બધું કહી જાય છે.
એમનો દાખલો ગણાતા ગણાતા જ ઊંઘ આવી જાય છે, જવાબ એમનો ક્યાં દેખાય છે?
કુટુંબની ઇમારત નો પાયો છે,છતાં સુંદરતા માં એ ક્યાં દેખાય છે?
રોજ રોજ એ જ પુસ્તક ફેરવો, છતાં અર્થ એનો ક્યાં સમજાય છે?
ભર બપોર નો તડકો છે કે છે અષાઢી મેઘનો વરસાદ,
ઘુંઘવતા અા સમંદર માં ,મીઠા જળ નું વહેણ ક્યાં દેખાય છે?
ચાલતા ચાલતા થાકી જાવ તો ઉંચકી લેશે એવો અંતર થી વિશ્વાસ છે.
પહેલો ડગ માંડ્યો એ પહેલાનો,મંજીલ નો બનાવેલો ગ્રાફ છે.
આંખો માં જે સંતાન માટે વહે છે, એજ પરસેવા માં સંતાન નું જીવન બની રહે છે.
બાપ કહો કે કહો પપ્પા એમાં પિતા ની ધડકનો ક્યાં સંભરાય છે?
સામે ઊભા હોય તો ક્યાં જીરવાય છે અને એમના વગર ક્યાં જીવાય છે?
તે પથ્થર છે કે મૂર્તિ હજી પણ ક્યાં સમજાય છે?