તમે વરસોને હું ભીનાઉં અેવું ના થયું
ગમે તે ખરચુંને તમે મળો અેવું ના થયું
વ્હાલના તો દરીયા વહાવી દિધા અમે
સૂકાં રણમાં મૃગજળ જેવું તો ના થયું
તીખા મરચાંની આગ જેવા લાગો છો
તમતમતો તેજ સ્વાદ જેવું તો ના થયું
અમે તો સુંદરતાના ભૂખ્યા દ્રષ્ટિ વાળા
તે પગપાળાની શ્રદ્ધા જેવું તો ના થયું
કાગળ કાગળને વાદળ તો વાદળ છે
પગે ઝાંકળ ભીનાશ જેવું તો ના થયું
તારા સિવાય હું સૌ કોઇને ચાહું છું
કાંઇ સાકરની મીઠાશ જેવું તો ના થયું
તમે છો બાગમાં ખીલેલું કોમળ પુષ્પ
'માહિ'ભમરાનું નસીબ જેવું તો ના થયું
પવાર મહેન્દ્ર
૨૦/૦૬/૨૦૨૦