વર્ષો પહેલા આંગળી પકડી
મારી સાથે નાના કદમ મિલાવી
નચિંત થઈ ચાલ્યા કરતાં
ઠોકર લાગતી તો અવગણીને
હસતા રડતા પણ ઉભા થઈ
ફરીથી આંગળી પકડી
નચિંત થઈ ચાલ્યા કરતાં..
નાના કદમ હવે મોટા થઈ ગયા
મારા કદમ થયાં નાના..
ક્વચિત સાથે ચાલવાનો મોકો
આંગળી પકડી ખભે હાથ મૂકીને
યાદ કરી લઉં શૈશવનું શૈશવ
રફ્તાર આજની તેજ થઈ
ઘરની જવાબદારી બધી એના શિરે..
ક્યાં કોઈ વસ્તુની ખોટ સાલવા દે
બે ચાર ઘડીનો સંગાથ કદી...
નિહાળું પ્રતિબિંબ હરઘડી મારું
નાના કદમ હવે મોટા થઈ ગયા