તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો….