પિતા
-_-_-
શાંત જોઇ મને, એ અશાંત થઈ જાય છે,
પિતા છે સાહેબ, બધું જ સમજી જાય છે.
કહ્યા વિના જ હંમેશા પટારો ખોલી આપે છે,
ખુદ મેળવે કે નહીં, પરિવારને ખુશી આપે છે.
સમજવું એ વ્યક્તિત્વ ને , અસંભવ વાત છે,
ઋણ કદી ના ચૂકવી શકો એતો પાકી વાત છે,
ગમે એટલા મોટા થાવ, બાપ એ બાપ છે,
પિતા વિના સુનો આખોય આ સંસાર છે.