Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અત્યંત

"દુઃખની સાથે મારી કીટાં,
સુખ છે મારા ખપ્પના....
ફેર ફૂદરદી ને સાંકળ અડકો-દડકો,
લાડ કરીને રમાડે છે મીઠો રે દડકો.....
કાળજનો કટકો રે......
તારા કાળજાનો કટકો......."


✍️મારા ઘરની એકદમ સામે જ એક પરિવાર રહેતો હતો.એ ઘરમાં એક ભાઈ એમના પત્ની અને 2 બાળકો સાથે રહેતા હતા....
✍️એ ભાઈનું નામ શું હતું ..??કોણ હતા..?? એ બધું ભૂલીને માત્ર એક જ વાત યાદ છે કે એ "એક પિતા" હતા....
✍️એક એવી દીકરીના પિતા જે દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી.એના દરેક સપના પુરા કર્યા હતા. પોતે બધું ચલાવીને બચત કરી કરીને દીકરીને ભણાવી હતી........
✍️હા ,આ એ જ દીકરી હતી જે આટલા વર્ષોના પિતાના વ્હાલને ભૂલીને માત્ર 6 મહિનાના પ્રેમને ખાતર ઘરેથી ભાગી ગયી હતી...........
✍️આ એ જ છોકરી હતી જે FATHER'S DAY ના દિવસે પોતાના પિતા માટે 2-4 કે તેથી વધારે લાગણીભર્યા શબ્દો પોતાના STATUS માં મૂકતી હતી.......
✍️દીકરી તો પિતાના વ્હાલને ન સમજી ,દીકરાએ પણ સાથ ન આપ્યો.ક્યાંથી આપે...?? પોતાની જિંદગીમાંથી સમય મળે તો પિતા વિશે વિચાર આવે ને........!!
✍️વિચાર તો કરો શું વીતી હશે એ બાપ પર જ્યારે એની દીકરી માત્ર પ્રેમ માટે પિતાના વ્હાલને ભૂલી હશે.....!!

🙏"મારે માત્ર એટલું જ કહેવું છે કે,પિતા એ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે.એ માણસને સમજવા માટે કે એમનું ઋણ ચૂકવવા માટે એમની જગ્યાએ ઉભા રહીને વિચારવું પડે.........."🙏

✍️આજના દિવસે તમારા પિતાને FATHER'S DAY WISH નહીં કરો તો ચાલશે પણ જીવનમાં ક્યારેય કોઈ એવું કાર્ય ન કરતા જેથી પિતાની આંખમાં આંશુ આવે એ પણ સંતાનના કારણે.........

👉 શાંતિથી વિચારજો કે, "પિતા હમેશા મહાન જ હોઈ છે.......ક્યાંક આપણે તો ઋણ ચૂકવવામાં પાછી પાની નથી કરતા ને.........!!"👈

આભાર धन्यवाद THANK YOU.......🙏😇

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111481188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now