પપ્પા
હું પણ ગુસ્સે થઈ જાવ છું,
જયારે તમે ના કહો છો મને
કોઈ વાત ની...
પણ જયારે ના પાડવાનું કારણ સમજાય છે,
ત્યારે એટલી ખુશ થાવ છું,
જેટલી ના કહો ત્યારે દુખી થયેલી ...
હું પણ ખૂબ રડુ છું,
જયારે તમે એકલા રહેવાનું કહો છો...
પણ જયારે problems મા પાછળ ફરીને જોવ છું
ત્યારે એટલી ખુશ થાવ છું....
પપ્પા
કયારેક તમે હાથ પકડીને,
તો કયારેક હાથ છોડી ને,
લખતા વાંચતા તમે જ શીખવ્યું છે ને?
અને આ દુનિયા ને સમજતાં અને સમજવતા પણ તમે જ શીખવ્યું છે ને?
આ બધું એટલે શીખવ્યું છે ને કે તમે જાણતા હતાં કે
તમે હંમેશાં મારી સાથે નહીં રહી શકો
પણ પપ્પા
તમે મને એક વાત તો શિખવાડી જ નઈ,
તમારા થી દૂર રહેતા ???
હવે એ કોણ શીખવાડશે મને...???
happy father's day