પૂજા કરું પાઠ કરું,
કરું પ્રભુ તારી
પ્રાથના ને ભક્તિ,
તારા દર્શન પામવા
પ્રભુ!
છોડ્યા બધા જ
આગ્રહ ,પૂર્વ ગ્રહ,
ગમ ,અભિગમ!
અનન્ય ભક્ત બની
શું કરું પ્રભુ!
હું નાસ્તિક નથી
પણ,
કયાં કદી કોઈ
માણસ એ તમારો
સાક્ષાત્કાર કર્યો છે?
તમે કયાં કોઈ ને દર્શન
આપ્યા છે?
છતાં
નકારાત્મકતા,નિરાશામાં
કે પછી દુઃખ દર્દમાં
આપની યાદ દવા
રૂપે ઉભરે છે!
દવા પણ બદલતો રહું!
ડરતો નમતો
તમને યાદ કરતો
હું તમારો અનન્ય
ભક્ત!
#અનન્ય