#મર્યાદા_માણો
તમને શું સારું આવડે છે એ તો તમે જાણતાં હો છો પણ તમે શેમાં નબળા છો તે તમને ખબર છે? પોતાની શક્તિ વિશે તો આપણે જાણીએ છીએ અને તે તો આપણે લોકો માં ઉત્સાહ થી શેર પણ કરીએ છીએ પણ ક્યારેય તમારી નબળાઈ શેર કરી, શેર તો બહુ દૂર ની વાત છે પણ પોતાની જાત પાસે સ્વીકાર કર્યો કે આ મારું કામ નહીં. જરૂરી તો નથી કે બધું જ બધા ને આવડતું હોય કે બધી રીતે બધા શક્તિ શાળી હોય. ક્યાંક શારીરિક, માનસિક અને સામાજિક ને કારણે પણ તે વસ્તુ માં તમે નબળા હો તો સ્વીકારો અને હું તો કહું કે લીસ્ટ બનાવી જાહેર જ કરી દયો કે આટલું મારું કામ નહીં પોતાની મર્યાદા ખબર હશે તો સ્વીકાર સહેલો જ થશે. મર્યાદા તો શ્રી રામ થી લઇ બધા માં તો હોવાની તો એમાં શરમાવાનું શું કામ તમારી મર્યાદા ને તમારી નબળાઈ નહીં તમારી તાકાત બનાવો અને તે ત્યારે જ બની શકશે જ્યારે મર્યાદા નો સહજ સ્વીકાર હશે ... (#MMO ) મને ખબર હોય કે મારી લિમિટ ક્યાં છે તો પછી કારણ વગર તે રેખા ને લાંગવા ના વ્યર્થ પ્રયાસ જ હું નહીં કરું ને જેથી મારી શક્તિ બચશે જેનો ઉપયોગ હું મારી જે આવડત છે તેમાં નાખી શકીશ.. મર્યાદા ને માણતા આવડી જશે ને તો શક્તિ નો સાચો ઉપયોગ કરી શકશો.....{#માતંગી }