એ ક્ષણનું વર્ણન કેવો હશે...
રોમાંચક બર્ફીલી વાદી,
સમનની આખરી યાદી.
હાથમાં પકડી છે બંદૂક,
નથી થતી ત્યાં કોઈ ચૂક.
ઊંચા ઊંચા છે પહાડ,
જવાનોની ત્યાં છે દહાડ.
સરહદ પર આવ્યો સિંદૂર,
એના ચહેરાનું મસ્ત નૂર.
લાગી છાતી પર ગોળી,
રમ્યા એ રક્તની હોળી.
બાપે ઉઠાવ્યો છે જનાજો,
દીકરો શહીદ થયો છે સાજો.
માતાની આંખમાં નથી આંસુ,
ઘરનો મોભ ગયો હવે શું ખાસુ?
દીકરી રાહ જોતી પિતાની,
તૈયારી ચાલુ થઈ છે ચિતાની.
અમર શહીદના બોલ્યા નારા,
એ જવાન થઈ ગયા છે પ્યારા.
આ કવિતામાં રક્ત છે મનોજ,
શહીદ થાય છે જવાનો રોજ.....
મનોજ સંતોકી માનસ
#રોમાંચક