#વતોડિયું
મન માં ને મન માં રિબાવવા કરતા,
વાતોડીયો બની જા હે દોસ્ત.
લોકો પાગલ કહે તો પાગલ,
લોકો મુરખ સમજે તો મુરખ,
ભલે હસી મજાક થતો જા,
વાતોડીયો બની જા હે દોસ્ત.
ગંભીર બની ને રિબાવવા કરતા,
એકલો બની ને સુમ રહેવા કરતા,
અંદર અંદર રડવા કરતા ,
વાતોડીયો બની જા હે દોસ્ત.
એકલી એકલી વાતો કરી ખુબ જ,
હવે લોકો સાથે વાતો કરતો જા,
પરવા ના કર દુનિયાની,
વાતોડીયો બની જા હે દોસ્ત.