અલવિદા ફાની દુનિયા
બસ આ ફાની દુનિયા ને અલવિદા કેવું છે,
રીત રસમો થી પીડાતા મન ને કંઈ કેવું છે,
ઉભરો ઠાલવા બેબાકડું મન જગ્યા શોધે છે,
વિચારો ના વમળો ને હવે થોભવા નું કેવું છે,
વિચારું જરા થશે કંઈ કેવું.......જ્યારે,
આ ફાની દુનિયા ને અલવિદા કેવું છે.
નોતરું તો નહોતું મંડાયું પણ ક્ષણ આવી છે,
યાદ કરી લવ બધા ને પછી રોઈ લેવું છે,
જોવ તો ખરા કે જગત લાજવાબ કેવું છે,
પાછળ થી બોલશે કે પછી દિલ થી રડસે એ જોવું છે,
વિચારું જરા થશે કંઈ કેવું.......જ્યારે,
આ ફાની દુનિયા ને અલવિદા કેવું છે.
નીકળ્યા હતા નક્કી કરી ને કંઇક નવીન ખરીદી કરવી છે,
સાંભળવા મળ્યું કે નગર માં એક નવું બજાર ખુલ્યું છે,
એવું તો શું ખબર પડી કે રહેવાયું નહિ જરા પણ,
જતા જતા સહેજ ખચકાટ તો થયો નક્કી કંઇક ખોટું છે,
વિચારું જરા થશે કંઈ કેવું.......જ્યારે,
આ ફાની દુનિયા ને અલવિદા કેવું છે.
જઈ ને જોયું આ સંબંધો નું નહિ અપેક્ષાઓ નું બજાર છે,
શમણાં પૂરા થવા ના જ નથી તો આવી ખરીદી નું શું કરવું છે,
ખજાનો એ લાલચ નો ભરખી ગયો છે આ બેદર્દ જિંદગી ને,
લાવ જરા જોઈ તો લવ આ મોત નું આંગણું કેવું છે.
વિચારું જરા થશે કંઈ કેવું.......જ્યારે,
આ ફાની દુનિયા ને અલવિદા કેવું છે.
લે. નિરવ લહેરુ (ગર્ભિત)