કોઈ કોપિત ઋષિના શાપ જેવા આપણે.
કાંચળી ઉતારતા લાગણીના સાપ જેવા આપણે.
સબંધોનું મુલ્યાંકન સમૂળગું બદલાય ગયું,
લાગણીમાં રેશનીગના માપ જેવા આપણે.
પેંસો અનિવાર્ય અનિષ્ટ સમો છે દોસ્તો.
પેંસો પેંસા ના જપતા જાપ જેવા આપણે.
દરિયાવ દિલી ક્યાં શોધવા જવી અનિલ,
કિનારાએ દીધેલી થાપ જેવા આપણે.