Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડા દિવસ પહેલા મારી જાણીતી એક છોકરીએ પોસ્ટ મુકેલી,

એને અને એના પરિવારને કોરોનાને લીધે કોઈ નુકશાન નથી થયું. બધા સ્વસ્થ છે વગેરે ને લગતી. છેલ્લે એણે ખુશ થઈને લખેલું કે, એ હવે ફરી ટીક ટોક વિડિયો બનાવી શકશે, ઇન્સ્ટા પર એની તસવીરો મૂકી શકશે...

બે દિવસ પહેલા એ છોકરી મરી ગઈ! ભગવાન એની આત્માને શાંતિ આપે. એક રાત્રે જોરદાર વીજળીઓ થઈ રહી હતી. વરસાદ હતો. એ છોકરી એની બિલ્ડિંગના ધાબા ઉપર જઈ વરસાદ અને વીજળીની મોજ માણી રહી હતી. એક વીજળી એની ઉપર પડી(આવું લોકો કહે છે), કે કોઈ બીજો અકસ્માત થયો પણ મુખ્ય વાત એ કે તે છોકરી હવે આપણી વચ્ચે નથી!

યુવાન વયે જ્યારે તમે ફૂલ મસ્તીમાં જીવવામાં માનતા હો, દુનિયા તમારા કદમો તળે છે એમ તમને લાગતું હોય, કેટલીક નાની કે મોટી મુસીબતોને તમે સફળતાથી પાર કરી લો અને એક ચૂક થઈ જાય. બસ, એક જ ચૂક અને તમારી હસ્તી સદાને માટે ફક્ત ફોટામાં જીવિત રહી જાય... જે ફોટા અને વીડિયોમાં આજના ગણા બધા લોકોનો જીવ રહેલો છે એ ફોટામાં બાકીની જિંદગી લટકી રહેવાનું!

કુદરત અત્યારે આપણા બધાથી રૂઠી છે, થોડી નારાજ છે ત્યારે કોઈ એવું કામ ના કરો જે તમારા જીવ પર આવી જાય...👍

તમે અત્યારે કોરોનાથી બચી ગયા, સારી વાત છે પણ એનો મતલબ એ હરગિજ નથી કે તમે મૃત્યુ પર વિજય મેળવી લીધો. મોતનું એક સ્વરૂપ કોરોના છે એ ખરું પણ એ સિવાય બીજાય એના ગણા રૂપ છે અને તમારા માટે એ કયા રૂપે આવશે એ કોઈ નથી જાણતું! સાવચેતી રાખવી એ જ એકમાત્ર ઉપાય છે...

હાલ જ એક જોક વાંચ્યો, ભૂરો ભૂકંપ આવ્યા પછી પાંચ મિનિટે ઘરની બહાર આવ્યો. એ માસ્ક શોધી રહ્યો હતો...!

આજની પરિસ્થિતિ જ આવી છે. આ જોક ઉપર હસવું કે રડવું એ જ નક્કી નથી કરી શકાતું. ઘરમાં રહો તો ભૂકંપ મારે, બાહર જાઓ તો કોરોના મારે, ધાબે જાઓ તો વીજળી મારે....જાએ તો જાએ કહા?

આ વરસે ૨૦-૨૦ની મેચ ચાલી રહી છે. વન ડે જેવું ધીરુ ધીરુ નથી રમવાનું પણ તડાતડી બોલાવી વીસ ઓવરમાં ગેમ સમાપ્ત કરવાની છે. માની લો કે હાલ કુદરતનો દાવ ચાલી રહ્યો છે અને આપણે સૌ ફિલ્ડિંગ ભરી રહ્યા છે. રમી લેવા દો એને અત્યારે, તમારે એક્શનમાં ત્યારે જ આવવાનું છે જ્યારે તમારી જરૂર હોય. જ્યારે આપણી બેટિંગ આવે ત્યારે પણ તમારો નંબર આવે જ તમારે રમવાનું છે, એ સિવાય બસ મેચ એન્જોય કરો...બીજો કોઈ છૂટકો છે? 😂

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111473957
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now