Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મૂર્ખ

=================================
માનવ ને ભગવાને શરીર આપ્યું તેમાં ઈન્દ્રિયો મન , બુધ્ધિ ચિત્ત અને અહંકાર આપ્યો. કર્મ કરવાની સ્વતંત્રતા આપી
અને સંવેદનશીલ હ્દય કુંજ માં પોતે જીવાત્મા સાથે
પ્રકાશ પુંજ સ્વરૂપ માં પ્રતિષ્ઠિત થયા.

છતાંય માનવ આ શરીર ઈન્દ્રિયો મન બુધ્ધિ નો ઉપયોગ કરવાની સમજણ હોવા છતાં , યથાયોગ્ય ઉપયોગ નથી
કરતો. એને ઉપભોગ નું સાધન સમજી ને દુન્યવી જંજાળ
માં વ્યવહાર કરે છે. આમ એ સત્ય થી વિમુખ થઈ જાય છે . દુનિયા દારી ને , શરીરને ,સંપતિ ને, સંબંધો ને શાશ્વત સમજી તેમાંથી સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા પ્રયાસો કર્યા કરે છે ,અને અંતે શું મળે છે? એ બધાને ખબર છે.

વ્યવહારમાં સામાજિક આર્થિક રાજનૈતિક કે વૈશ્વિક પરિબળો સાથે મન બુધ્ધિ પુર્વક નો તાલમેલ સાધીને જીવનના લક્ષ્યને પામવું એ બુદ્ધિમત્તા છે. આને એનાથી
વિપરીત એ મુર્ખતા છે. આ દુનિયા દારી નું સત્ય થયું.

પરંતુ હું હું કરી દેહાભિમાન માં શરીર ને પોતે જ માની ને
આસક્તિ પુર્ણ વ્યવહાર કરવો ફક્ત ભોક્તા ભાવ થી,
આને પોતાને જ કર્તા માનવો એ આધ્યાત્મિક દ્રષ્ટિએ
મુર્ખતા છે. કારણ કે તમે ચૈતન્યમય આત્મા આ બધા થી
અલિપ્ત છો.

દેશ કાળ નીતિ ધર્મ અને પરિસ્થિતિ થી વિપરીત કર્મો કરે
તેને સુજ્ઞ જનો મુર્ખતા કહે છે. બુધ્ધિમતા આને મુર્ખતા
એ મનના વિચારો અને બુદ્ધિ ના નિશ્ચય પુર્વક ના પોતાના
આચરણ પરથી વ્યવહાર માં સિધ્ધ થાય છે. કોઈ વ્યક્તિ કાયમ મુર્ખ કે વિદ્વાન નથી હોતો. આ બધી માયિક પદાર્થ ના જગતમાં ભાસતી વાતો છે. આત્મા ને એ બાબતો સ્પર્શતી નથી. આત્મા નો સ્વભાવ નિત્ય પુર્ણ શાશ્વત આને
આનંદ સ્વરૂપ છે.

===={}==={}===={}===={}===={}=====

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111473931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now