રોજ યાદ તો નહોતા કરતા,
પણ પ્રસંશક હતા તારા.
તું છે ખુશ કશેક,
એ જાણતા હતા...
ખોટી લાગે છે વાત દરેક,
મન હૃદય નથી માનતા.
મળી હોત મિનિટ દશ-એક,
તો દોસ્ત બનીને સાથે બેસાડતા,
"બહુ મહેનત થી પહોંચ્યો છે છેક
આમ વિચાર કરે છે અમસ્તા"
કાઢી લેતા એ મનહૂસ પળ એક,
જીવન માં અમારા હંમેશ તને રાખતા.
તું હતો તું છે તું રહિશ બધે જ,
અલગ વાત થતી જો તારું અસ્તિત્વ રાખી શકતા.
રોજ યાદ તો નહોતા કરતા,
પણ પ્રસંશક હતા તારા.
તું છે ખુશ કશેક,
એ જાણતા હતા...
#સુશાંત
ઓમ શાંતિ ।