Gujarati Quote in Poem by Kaushal Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો મને ઊંઘણસી કહે છે

પણ એમને શુ ખબર
તારા વિચારો મને ઊંઘવા નથી દેતા
તારા મીઠા સપના ઉઠવા નથી દેતા
લોકો મને ઊંઘણસી કહે છે

જો આંખ બંધ કરું તો એ અંધારું પણ તારા વિચારોને કારણે પ્રકાશિત થઈ ઉઠે છે
જો આંખ ખોલું તો આંસુ પણ તારા વિચારોને કારણે ઝળહળી ઉઠે છે
લોકો મને ઊંઘણસી કહે છે

ખરાબ સપનાથી બીક લાગે છે ક્યાંક સાચા થઈ જશે તો?
સારા સપનાથી બીક લાગે છે ક્યાંક પુરા નહીં થાય તો?
લોકો મને ઊંઘણસી કહે છે

#ઉંઘણસી

Gujarati Poem by Kaushal Upadhyay : 111473319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now