જન્મદિન મુબારક
_____________
સુખનો ગુણાકાર અને દુઃખ નો ભાગાકાર કરી જીવન નો દાખલો ગણી લેજો.
કલ્પના કરી હોય જે જીવનમાં એ સપના પ્રભુ સાકાર કરી દેજો,
સૂરજ આથમે જો જીવન માં ,તો પ્રભુ ચંદ્રમા ધરી દેજો
અંધકાર ન આવે જીવનમાં એવો પ્રકાશ કરી દેજો,
ઈચ્છા હોય જો આસમાન ચઢવાની તો હામ ભરી દેજો,
હોય ઈચ્છા મહાસાગર તરવાની તો કિનારો સામે કરી દેજો,
સુખની ઈર્ષા ન આવે દુશ્મનોને પણ, હરેક દિલમાં એવો પ્રેમ ભરી દેજો,
રક્ષા કરે કંટકો જીવનમાં અને મહેક ગુલાબની ભરી દેજો,
જન્મદિન મુબારક આપુ તમ જીવનની પ્રભુ એટલું કરી દેજો,
ના માંગવું પડે જીવનમાં એવું સુખ ધરી દેજો.