ઘણી બધી વખત એવું બને કે આપણને લાગતું હોય કે હું સાચી છું અને સામેવાળી વ્યક્તિ આપણી વાત સમજવા તૈયાર જ ન હોય!
આવા સમયે દલીલ કરવાને બદલે, કે હું સાચી તમે ખોટા છો એવું સાબિત કરવાનો પ્રયાસ કરવાને બદલે હું મૌન રહેવાનું પસંદ કરું છું. ઉશ્કેરાઈ જઈને, બૂમો પાડીને કે રડીને સામેવાળી વ્યક્તિને ચૂપ જરૂર કરી શકાય પણ એને તમારી સાથે સહમત નથી કરી શકાતી!
એ સત્ય કેવું જે તમારે સમજાવવું પડે? સાબિત કરવું પડે?
- નિયતી કાપડિયા.