Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*માર ખાય ગયો*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

કેટલો દુઃખનો ભાર જીવનમાં લાગી ગયો,
જોત જોતામાં, સમયનો માર હું ખાય ગયો.

શબ્દોના સાથથી બીજાને ના સમજાવી શક્યો,
જોત જોતામાં, પોતાનાને ખોઈને બેસી ગયો.

ગજબ આવ્યો જીવનનો ગંભીર આ સમય,
જોત જોતામાં, મૂક્યો કોઈએને; તૂટી હું ગયો.

લાગણીના વાવેતર પણ, મારે તો ઊંધા પડ્યાં !
જોત જોતામાં, બધા સબંધો પણ મૂકીને ગયા.

દુઃખમાં ઈશ્વરનો સાથ મળે, એ વાતને માની ગયો !
જોત જોતામાં, સમયનો માર આજ હું ખાય ગયો.

ભરોસાનું પાનું પણ આજ ખુલીને પડી ગયું,
જોત જોતામાં, મારા દરેક વાવેતર નિષ્ફળ ગયા.

ખુદ પર વિશ્વાસ કર્યો, પણ કઈ કરી ના શક્યો !
જોત જોતામાં, ઈશ્વર દરેકને સમજાવી ગયો.

ના માન્યો ઈશ્વરના ઈશારાને આજે હું,
એટલે જ, સમયનાં હાથના મારને ખાય ગયો.

સમયનો માર હું ખાય ગયો.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111472321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now