શું ફક્ત આઈ લવ યુ કહીને જ પ્રેમ નો એકરાર થઈ શકે ???
ના, તારા માટે મારુ સજવું એ પ્રેમ છે,
મારા અંબોળે વેણી નાખવી એ મારા પ્રત્યેનો તારો પ્રેમ છે,
મારા થાક ને અનુભવવો એ પણ પ્રેમ છે તારો,
ઉપકાર જતાવ્યા વિના જ મદદ કરવી એ પણ તો પ્રેમ જ છે ને,
એક બીજા ને ભેટસોગાદો આપવી જરૂરી નથી કે મોંઘીદાટ જ હોય,
પડતી હશે જરૂર કદાચ આજકાલ અહીં બધા ને પુરાવાઓની અને એ ત્રણ શબ્દો કહેવાની પણ મારા માટે તો એકબીજા પ્રત્યેની સમજણ અને મૈત્રી એ જ સાચો પ્રેમ.
-pandya Rimple
shabdo_ni_suvas_