ના પૂછો હું કોણ છું.
એક કાવ્ય આજની નારાયણી ને સમર્પિત.
----
હા, હું સ્ત્રી છું.
ઘર નું કામ પણ કરું છું,
રોજે ઓફિસ પણ જાવ છું.
ના પૂછો હું કોણ છું.
હા, હું સ્ત્રી છું.
બધાનું ખાવાનું પણ બનવું છું,
સાથે બાળકોને પણ સંભાળતી જાવ છું.
ના પૂછો હું કોણ છું.
હા હું સ્ત્રી છું.
હું એક માતા પણ છું અને,
જરૂર પડતાં પિતા પણ બની બતાવું છું.
ના પૂછો હું કોણ છું.
હા હું સ્ત્રી છું.
મકાન તો તમે બનાવ્યું છે,
પણ એ મકાન ને ઘર હું બનવું છું.
ના પૂછો હું કોણ છું.
હા, હું સ્ત્રી છું.
ખૂણામાં બેસી ને રડું છું ક્યારેક પણ
રોજે કાલિકા થઈ ને લડુ છું.
ના પૂછો હું કોણ છું.