ક્યાંક કોઈ એક એવું,
પારકું હોવું જોઇએ.
જે નથી આપણું છતાંય ,
આપણું હોવું જોઈએ.
નામ વગરના સંબંધમાં પણ,
એવું એક નામ હોવું જોઈએ.
એનો હાથ પકડી બેસવું છે,
એમ આપણું મન કહેવું જોઈએ.
નથી જ જોઈતું કશું જ મારે,
તારી પાસે થી દોસ્ત,
બસ તારા ચહેરા પર ,
નિર્મળ હાસ્ય હોવું જોઈએ.
આવું કહેનાર કોક ,
જીવનમાં હોવું જોઈએ.
જે નથી આપણું છતાંય
આપણું હોવું જોઈએ.
Jay Shree Krishna 🙏🙏🙏