Gujarati Quote in Poem by Vijay Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાદ આપું તો’ય સાથ આપતા નથી તમે,
સમય આપો, પણ સમયે મળતા નથી તમે.

શા માટે આટલો મિથ્યાભિમાન ને અહંકાર?
છે ચાર દિનની જિંદગી,સમજતાં નથી તમે.

પળ પળની પ્રતીક્ષાએ પલળે છે હવે પાંપણ,
ફૂરસતની એક પળ લઈને મળતાં નથી તમે.

હવે મોસમ પણ ખીલી ઉઠી છે પૂરબહારમાં
મજા લુંટવા બે ડગલાં’ય ચાલતાં નથી તમે,

મૌનના પારણા કરી ક્યારે આપશો પ્રત્યુતર ?
ગઝલ, કવિતાને દાદ પણ આપતાં નથી તમે.

છો બંધાયા સમાજના બંધન ને દાયરામાં તમે,
ભીની આંખનો અણસાર આવવા દેતા નથી તમે.

છો ઘર કરી ગઈ નારાઝગી આપણા બન્ને વચ્ચે
છતાં ભૂલથી પણ બે ક્ષણ ઘરે આવતાં નથી તમે.

#Kavydrishty

-વિજય રાવલ

Gujarati Poem by Vijay Raval : 111469267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now