Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક બાળક જ્યારે નાનું હોય છે ને ત્યારે એને ખબર નથી હોતી કે શું એને માટે સારુ છે અને શું ખરાબ. એ તો બસ એને ગમ્યું એટલે માંગવાની જીદ કરશે જ. હવે વારો માતા પિતાનો છે કે કેવી રીતે એને સમજાવવું. જો એની દરેક માંગણી પુરી પાડવામાં આવશે તો ભવિષ્યમાં ના સાંભળવા માટે એ તૈયાર નહીં જ થાય. શકય છે કે એ બળવાખોર બનીને માતા પિતાની વિરૂદ્ધ જઈને પણ પોતાની જીદ પુરી કરે. પણ જો એને પ્રેમથી સમજાવીને વાળી લેવામાં આવે તો એ સમજી જશે.
સમજદારીથી કામ લેવામાં જ ડહાપણ છે. પણ જો એક જ વ્યક્તિએ હંમેશા સમજદાર બનવું પડે ને તો ક્યારેક એ કંટાળીને બળવાખોર બની જશે. જો એક જ વ્યક્તિ બધી વખતે જતું કરશે ને તો કંટાળીને એ પણ બળવો પોકારશે. માટે મળી સમજીને કામ કરવું વધુ સારો વિકલ્પ છે.
બધા બળવાખોર ખરાબ નથી હોતા, ક્યારેક પરિસ્થિતિ એમને મજબૂર કરતી હોય છે અને જ્યારે આ સ્થિતી હોય છે ત્યારે એ વ્યક્તિને પાછો વાળવો લગભગ અશક્ય બની જાય છે. મજબૂરીમાં ખરાબ બનેલો માણસ ક્યારેય પાછો વળી શકતો નથી અમૂક અપવાદ સિવાય. માટે ક્યારેય કોઈને એટલા બધા પણ હેરાન ન કરવા કે એ બળવાખોર બની જાય.

#બળવાખોર

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111469047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now