Gujarati Quote in Poem by Vijay Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાયમ એ જ નિષ્ઠુરતાથી
નોંધારી મુકીને
કરી પ્રજ્વલ્લિત પ્રાણપ્રશ્નોની અગનજ્વાળા અને
ધકેલી દઈને જતો રહે છે તું મને સળગતી મુકી
મૂક બનીને

અને હું નિરાધાર નીતરતી રહું છું
વિરહની અશ્રુધારામાં

થઇ સ્વયં સરિતા અને જોઉં સ્વયં ને જ થતાં વિસર્જિત
પૂછું એક સવાલ અંતરાત્માને કે..
શું હું જ એક માત્ર દોષી છું ?

શું મેં કોઈ પહેલ કરી હતી ?
શું મેં કોઈ ગર્ભિત ઈશારો કર્યો હતો ?

તે મારો હાથ ઝાલી ને કહ્યું હતું કે...
ચાલ.. શીતળ ચાંદની રાતમાં સરોવરના કિનારે
તારી કંચનકાયાને કરું અર્પણ અનંતકાળનું યૌવન

અને તે ધીમેકથી દબાતાં માદક સ્વરમાં કહ્યું હતું
“હું છું ને “
વહેંચી લે તારું દર્દ મારી સાથે

અને પછી

મુઠ્ઠીભર અજવાળું ઓછુ પડ્યું
વરવી વાસ્તવિકતાના અંધકારમાં

ફેલાયું મૌન એકબીજાના હોંઠો પર

કઈ રીતે કહું ?
તારા એ
“હું છું ને”
કેટલાં અર્થવિહીન અને નિર્જીવ હતા એ શબ્દો

તે કહ્યું હતું કે..
સમય સાથે ચાલજે
અને આજે હું છું
નથી તું અને નથી સમય

મેં કરી પ્રતિક્ષા
પ્રતિજ્ઞા સાથે

તારા ઠાલા વાયદાઓ અને મુફલિસી ભરી ફિલોસોફી પર

પૂછ જે સ્વયં ને ક્યારે લાંઘી હતી મેં કોઈ મર્યાદા

કાશ..

સવ્સ્થ થઈને સંભાળી શકું સ્વને ત્યાં સુધી તો
યાદ રાખ્યા હોત
“હું છું ને” શબ્દો
માનવતા ખાતર

કાશ
કહી શક્યો હોત કે હું નથી
તો હું અટવાઈ ન હોત અનંત પ્રતિક્ષા વાટમાં

અને તું જાણે છે કે..
હું હજુ’યે જીવું છું ક્ષણ ક્ષણ તને

તને કહ્યા વગર
“હું છું ને”

#Kavydrishty

-વિજય રાવલ

Gujarati Poem by Vijay Raval : 111467526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now