છાંયડો
મને તો ગમે આજ લીમડા નો છાંયડો,
બળબળતી લું નો આ કેવો તે વાયરો,
આંગણે જામી છે હોડ આ ઋતુઓ ની,
ફૂંકાઈ ચૂક્યો છે આજ વસંત નો વાયરો,
ખીલી ઉઠ્યા છે મોર આ જુલતી લતાઓ માં,
પંખી ઑ ના કલરવ થી ગુંજી ઉઠ્યો ટહુકારો,
શીતળ છાયા નીચે આ આનંદ છે અદકેરો,
સૂરજ પણ લગાવી બેઠો અગનવર્ષા નો ડાયરો.
લે. નિરવ લહેરુ (ગર્ભિત)