શબ્દો ને પણ શરમાવે એવા કીસ્સા થાય છે
માણસ પોતાના સ્વાર્થ કાજે કઈપણ કરી જાય છે
કંઈક કલ્પનાઓ મારી જાત થી રિસાય છે
દર્દ જેટલું અંદર તેથી બહાર વધારે દેખાય છે
માણસ ની માણસાઈ હવે ક્યાં દેખાય છે
પોતાના મનોરંજન કાજે મૂંગા પ્રાણી ના જીવ સાથે રમાય છે
ચિંતિત છે દુનિયા હજુ, સ્હેજ પ્રકૃતિ ના પ્રકોપ થી
બસ એજ સમજાવવું રહ્યું, ઇન્સાફ ખુદ થી થાય નહી
આંતરપણે તું ઝાંક ખુદને, ભૂલો ઘણી છે તારી
તારો હિસાબ પણ થશે, તું ભૂલે છે ભગવાન ને...