ઘરની નકારાત્મક એનર્જી અને રાહુદોષ દૂર કરવા કરો ગૌમૂત્રના ઉપાય
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપ્યો છે અને ગાયમાં અનેક દેવી-દેવતા નિવાસ કરે છે એટલા તેના ગોબર અને મૂત્રને પણ પવિત્ર ગણ્યું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે ગાયના ગોબર અને મૂત્રમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલે પૂજા-પાઠમાં ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગૌમૂત્રના અનેક ઉપાય બતાવ્યા છે જેનાથી અનેક સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આજે જાણો એ ઉપાય-
1-જો કોઈના ઘરમાં નેગેટિવ એનર્જી કે ઉપરી શક્તિઓની અસર હોય તો ત્યાં રોજ સવાર-સાંજ ગંગાજળમાં ગૌમૂત્ર મેળવીને છાંટકાવ કરો. તેનાથી ખરાબ શક્તિઓ નષ્ટ થશે.
2-ઘરમાં વાસ્તુદોષ કે કોઈની નજર લાગી હોય તો પણ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
3-જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થાને હોય, તેને રોજ પાણીમાં ગૌમૂત્રના કેટલાક ટીપા મેળવીને નહાવું. રાહુ દોષ સમાપ્ત થશે.
4-જો કોઈ વ્યક્તિ પર ખરાબ શક્તિનો પ્રભાવ હોય તો તેની પર પણ ગૌમૂત્ર છાંટવું જોઈએ કે ગૌમૂત્રનું તિલક કરવું જોઈએ.
5-નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલાં ત્યાં ગૌમૂત્રનો છંટકાવ કરવાથી બધા પ્રકારના દોષોનું નિવારણ થઈ જાય છે.