તમારો કિંમતી મત કેટલો સસ્તો બની ગયો
અયોગ્ય નેતાને ખુરશીનો રસ્તો બની ગયો
પડતર કામો પૂરા ન થયા તો અફસોસ થઇ ગયો
રોજગાર નાગરિક હવે તો બેરોજગાર થઈ ગયો
દેશના વિકાસ માટે કરોડોના પેકેજ પ્રસિદ્ધ થયા
જે જનતાના જનાર્દન માટે લટકતા ગાજર થયા
વિવિધતા માં એકતા સુભાષિત ભાષણ થયા
રાજનીતિ ટકાવી રાખવા કોમી રમખણ થયા
#કિંમતી