પ્રેમપત્ર
શરમ સંકોચ મૂકી પ્રેમ પત્ર લખું છું , ખત છે તારે નામ,
શંખેશ્વરા પાર્શ્વનાથ આજ તું મારી પ્રિતડી ને સ્વીકાર,
જાગતાં જોવ છું તો કલ્પનામાં તું છે ,
ઊંઘના સ્વપ્નમાં દેખાય,
શંખેશ્વરા પાર્શ્વનાથ તુજ સંગ પ્રીત કરી છે, મારી પ્રીત ને તું જાણ,
આરસ દેખી તારી પૂજા કરું છું, ગુલાબ દેખી તુજ મસ્તકે ધરું છું,
પળ પળ રહું તારું નામ , એ મારા શંખેશ્વરા પાર્શ્વનાથ ,
ઘર છોડી તારી દેરી આવી છું, દેરીએ કાધું સવાર સાંજ ,
નથી સુજતું મને કોઈ કામ, મારી પ્રિતડી ને તું જાણ,
ભુખી ને તરસી પક્ષાલ કરું છું , પૂજામાં મુજ દિલ ડા ને જાણ,
કેસરિયો ચાંદલો ભાલે કર્યો છે , જેમાં લખ્યું છે તારું નામ શંખેશ્વરા પાર્શ્વનાથ,
સુકી આ જિંદગી માં તારી પ્રિતડી ભરી છે , ઉગી છે લીલુડી ડાળ,
મારા શંખેશ્વરા પાર્શ્વનાથ આ ખત ન જાય કોઈ ને હાથ,
લખું છું પ્રેમપત્ર તારે નામ , મારી પ્રિતડી ને સ્વીકાર.