હું તને કઈ કહેવા જાવ,
ને બને એવુ,
શબ્દ ગુચવાય જાય,
ને અથૅ વગર ના થાય..
બને કે શબ્દો મળી જાય,
પણ જીભ મારી ઉપડે જ નહી..
તારા પશ્નો ના જવાબમાં કે
તને કઈ કહેવામાં
કયારેક શબ્દ તો કયારેક જીહવા
તો
કયારેક મારો હદયપ્રેમ
ભોઠપ અનુભવે
ને તોય
મન કહેવા વિહવળ ય બને
ત્યારે તું
મારી આંખો મા જોય
મારા શબ્દને
વગર કહયે સમજી લઈ
મારા હદયની વ્યાકુળતા ને
તારા હદય મા
અનુભવી લેય
એવુ બને ખરુ ?
#સહજ