5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.
પર્યાવરણ= પરિ+આવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રહેલું આવરણ. પર્યાવરણના જતન કાજે એક નાની એવી રચના...
કુદરતની છે કેવી કમાલ,
વગર વ્યાજે આપે છે ઉધાર,
બસ કરે છે એક વચનની વાત,
રાખો મારી ધરાનું ધ્યાન...!
સોનેરી સમુદ્રનું રાખો ધ્યાન,
સાથે કરો પંખીની દરકાર,
જંગલોનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!
નદીઓનું રાખો ધ્યાન,
પાણીની કરો દરકાર,
કુદરતી સંપત્તિનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!
આબોહવાનું રાખો ધ્યાન,
પ્રદૂષણની કરો દરકાર,
ભુ-જલ-આકાશનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!
વાઘનું રાખો ધ્યાન,
સાવજની કરો દરકાર,
જીવોનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!
મારી સૃષ્ટિનું રાખો ધ્યાન,
પર્યાવરણની કરો દરકાર,
પર્યાવણનું જતન કરો,
મારી વાતનું સ્મરણ કરો...!
- કિશન ભાતેલિયા ' રંગીન '
સંવેદનાના સરનામે