આહ! કેવી સુંદર મજાની છે સાંજ
મંદ શીતળ પવનની લહર છે આજ
દિલમાં થાય કે છોડીને બધું કામકાજ
મન ભરીને માણી લઉં સુંદર આ સાંજ
ભૂરા આકાશને જાણે શ્વેત વાદળોનું તાજ
આમ- તેમ ઉડાઉડ કરતાં પક્ષીઓનું રાજ
ન કોઈની પરવા ,ન કોઈ ફિકર કે લાજ
મીઠા કલરવથી અે ગુંજવે પૂરી સાંજ
અેવી મહેકતી આ સોનેરી સાંજ
કેવી રળિયામણી લાગે છે આજ
☁☁☁☁☁☁☁☁☁☁