જરા ભૂલા તો પડો અમારે સરનામે,
અમારી સાથે મેહફીલ માણી તો જુઓ,
ચાની ચુસ્કી સાથે મૂકી દેશું મનની વાત,
થોડી વાતો હું કરીશ, થોડી વાતો તમે કહેજો,
શબ્દો ઓછા હશે બોલવા,
પણ એમાં રહેલો ભાવ હશે અનંત,
કહીશ તમને તમે મળશો ત્યારે કે,
તમારા વગર શું હતાં અમારા હાલ...