એ દોસ્ત.....
ચાલ ને એક નવી શરૂઆત કરી લઈએ,
જિંદગી એ આપેલો આ હસીન મોકો ચાલ ને શાન થી જીવી લઈએ...
થોડું ભૂલી જઈએ ને થોડું યાદ કરી ને હસી લઈએ,
ભૂલ ન તારી હતી કે ના ભૂલ મારી હતી,
ભૂલ તો એ સમય ની હતી જે આપણો હતો જ નહિ,
ચાલ આ જિંદગી એ આપેલો મોકો એકબીજા ના સાથ માં જીવી લઈએ..
મન ની વાત ક્યાંક મન માં જ ના રહી જાય,
ચાલ ને દોસ્ત થોડી વાતો કરી લઈએ,
કાલ શું થશે એની ચિંતા કર્યા વગર ચાલ ને થોડું આજ માં જીવી લઈએ...
ચાલ ને દોસ્ત થોડું હસી લઈએ,થોડું જીવી લઈએ,
એક નવી શરૂઆત કરી લઈએ ......Mn ❤️
#શરૂઆત