Gujarati Quote in Thought by Alpa Maniar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરૂરિયાતમંદ
કેટલો સાપેક્ષ છે આ શબ્દ
પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ ત્યારે ખોરાક જ જરૂરી હતો પછી જરૂરી થયા વસ્ત્ર અને પછી આશરો
વિકાસ ની સાથે સાથે જરૂરિયાત વધી અને જરૂરિયાતમંદ પણ
અત્યારે તો TV freez $ smartphone પણ અનિવાર્ય થઈ ગયા
અત્યારે કોરોનાયુગ મા વિદ્યાર્થી ઓનલાઈન ભણે છે ત્યારે સારા ડેટા પ્લાન પણ ઐટલા જ જરૂરી છે તો અેક સાધારણ કુટુંબ માટે એ અઘરું છે અને તે જરૂરિયાતમંદ થઇ ગયા
અત્યાર ની આફત મા કેટલાય ભૂખ્યા ને જરૂરિયાતમંદ સમજી અન્નદાન થયુ, કેટલાક ને વતન પહોંચાડાયા તો કેટલાક ને રજા છતાં વેતન મલ્યા

જાણુ છું આ બધા જરૂરિયાતમંદ જ હતા અને છે પણ કેટલાક જરૂરિયાતમંદ એવા પણ છે જ્યાં આપણા વિચાર પણ નથી પહોંચતા
મોટા બંગલામાં રહેતા એકલવાયા વૃધ્ધ જે નોકર ના રસોઇયા ના સહારે હતા
ઘર મા એક જ મોબાઈલ અને 2 થી 3 સંતાન જેની ઓનલાઈન સ્કૂલ ચાલે છે
દુકાન કે લારી હપ્તે કે ભાડે લીધેલ વ્યક્તિ
આ બધા જ જરૂરિયાતમંદ છે

તો જરૂરિયાતમંદ છે એ ડોક્ટર અને નર્સ જે PPE KIT વગર દર્દીઓ ની સારવાર કરે છે
જરૂરિયાતમંદ છે એ પોલીસ જે તડકો છાંયડો જોયા વગર લોકડાઉન નુ પાલન કરાવે છે
પણ સૌથી વધુ જરૂરિયાતમંદ છે એ સફાઈ કર્મચારીઓ જેની પાસે નથી વધુ જાણકારી કોરોના વિશે કે નથી પૂરી સમજ એક જ માસ્ક રોજ વાપરે અને ઘસાઈ ગયેલા મોજા પહેરીને લોકો એ ફેંકેલા માસ્ક દુર કરી સમાજ ની સેવા કરે છે
અને અન્તે એવુ લાગે કે સમગ્ર માનવજાત જ જરૂરિયાતમંદ છે
માણસાઈ ની
માનવતા ની
સદભાવના અને
સમજણ ની




#જરૂરિયાતમંદ

Gujarati Thought by Alpa Maniar : 111454472
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now