બારી ખોલી બહાર નજર કરી
થોડો વહેતો હતો પવન પણ મંદ
અેકબીજાની વચ્ચે ચણ્યા છે મોટા મોટા બંધ
આજે સહુ લાગે છે મુજને ખૂબ જરૂરિયાતમંદ
ચાલો સૌ ભેગા મળીને ખોલીઅે તાળા બંધ
લાગણીની ઝરણું વહાવી કરીઅે સંબંધો અકબંધ
આજે સહુ લાગે છે મુજને ખૂબ જરૂરિયાતમંદ
દાન દઇને આપણે લખાવ્યા મસ મોટા નિબંધ
બંધ મુઠ્ઠી થોડા કામ કરી પ્રસરાવીયે સુગંધ
આજે સહુ લાગે છે મુજને ખૂબ જરૂરિયાતમંદ
#જરૂરિયાતમંદ