. *આંખો*
👁️ 👁️ 👁️ 👁️
તમારી આંખો પર લખું ,તમારી નજરો પર લખું કે તમારી
પલકો પર લખું,
તમે જ કહો
શેના પર લખું...?!!
તમારી આ આંખોમાં તો
જોતા જ ,
ભરઉનાળે મારા
શરીરમાં ફરી
વળતું
એક લખલખુ...!
નશો કાયમ મદિરામાં જ નથી હોતો,
એવું જ હોત તો તમે જ મને કો'તો,
આંખો જ જ્યાં ખુદ નશીલી હોય ત્યાં વાંક કાયમ મદિરાનો ય નથી હોતો....!
નખરાળી ,નટખટ ને
ચુલબુલી તમારી આ આંખો,
અમારી પર રહેમ કરો , ને
તમારી આ
કાતિલ
અદાઓને
જરા
ચિલમનમાં
રાખો....!
કાંઈ કેટલાય થયાં તમારી આ નજરોથી ઘાયલ, ને
તમારી અદાઓના કાયલ,
જરા ફોન નંબર
તમારો આપો તો
ક્યારેક હુંય કરૂ તમને ડાયલ....!
તમારી આંખ જ એક આખેઆખુ વણકહ્યું સગપણ,
એના એકેએક
વણજોઈતા લખ્ખણ,
એના એક
પલકારે જ
નાસી છૂટે
ભલભલાનું
ઘડપણ.....!
આંખો તમારી ક્યારેક ભાસતી સહારાનું અફાટ રણ,
પણ જ્યારે રડો ત્યારે ઘુઘવતો
દરીયો બનતુ
આ સુક્કુ
ભઠ્ઠ રણ....!
આ આંખ પર
કવિતા કરવાનું હવે રહેવા દી'યો,ને
હવે કબુલી જ લ્યો,
કે
આ તમારી પ્યારી ,સુંદર મનમોહક આંખો જ
આખેઆખો
સ્નેહનો દરિયો....!
👀. 👀. 👀
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*