Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભીતરનું દર્દ*
🎀🎀🎀🎀🎀
ભીતરનાં જ
દરીયાને
ભીતરમાં જ
ધર્યો,
એ ધોધમાર વરસાદને
ભીતરમાં
જ ભર્યો...!!
આ ભીતરનું દર્દ
હું કોને કહું...?!!

અહીંથી લઉં,
ત્યાં વહેચું,
ત્યાંથી લઈ,
અહીં વહેંચુ,
સુખ દુ:ખની લે વેચમાં હું જ મુંઝાઉ..!!
આ ભીતરનો ખાલીપો હું
કેમ સહુ...?!!

નરી ઠંડીમાં
ગરમીનો અહેસાસ,
લ્હાય જેવી
ગરમીમાં બની
હુંફાળો સહેવાસ,
ઋતુઓની
આપલેમાં હું જ રહેંસાઉં...!!
આ ભીતરનો તલસાટ હું
કોને કહું...?!!

સતત હસતી,
સતત હસાવતી,
હસી ખુશીના વહેપારમાં ખોટી
છેતરાઉં
બીજાને ખુશ રાખવાની લ્હાયમાં
નાહકની મલકાઉં...!!
આ ભીતરની વેદના
હું કોને કહું...?!

ઘણું ઘણું આપ્યું,
ને ગુમાવ્યું ય ઘણું,
છોળો ઉડાડી ઉડાડીને ગમતાનો
કર્યો ય ગુલાલ,
તોય કોઈ'દી પોતાને
ન પુછ્યો સવાલ...?!
આ ભીતરનો માલીપો હું
કોને કહું...!!

અહીંયાથી ત્યાં,
ને ત્યાંથી અહીંયા,
હેડીયો કાઢી ને
દોડ્યાં,
કરી જબરી ભાગાદોડી,
જીંદગીની
હાયવોયમાં પોતાની જાતને કાયમ જ અવગણી...!!
દુનીયાદારીની
હોડમાં ખુદ માટે
જ જીવવાનું
ભુલી જવાયું...?!!
આ ભીતરનો રઘવાટ કોને કહું...!!

દરેકે દરેક જણની
આ સમ વેદના,
કોઈ જ સમજે
નહીં એમની
સંવેદના,
સહુ કરતા અહી
ઢોંગ જીવવાનો,
થઈ ને અધમુઆં
તો ય દેખાડે માલપુઆં...!!
મનપાંચમના મેળાની બની કઠપુતળી
સૌ ખેલતા રહેતાં‌...!!
આ ભીતરનો
દર્દનાક ચિત્કાર
હું કોને કહું...?!!
🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111452995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now