એક દિવસ એક ઝાડ પર હોલો અને હોલી માળો બનાવવાનું કામ કરી રહ્યા હતાં.હોલી માળાના આર્કિટેક્ટ નું કામ કરતી હતી અને હોલો મટિરિયલ સપ્લાય નું કામ કરતો હતો.હોલો દૂર- દૂર સુધી પોતાની પવન-વેગી પાંખો ના સહારે વિહરતો અને માળા માટે યોગ્ય ડાળી ડાળખાં વીણીને લાવતો.હોલો જેટલું પણ ઘાસ ને ડાળીયો વીણીને ને લાવે તેમાંથી હોલી માત્ર ત્રણ થી ચાર જ ડાળીયો માળો બનાવવામાં ઉપયોગ કરે અને બાકીનું નીચે નાખી દેતી.આ સિલસિલો આંખો દિવસ ચાલ્યો ,હોલો બિચારો દૂર દૂર થી માળા માટે સામાન પોતાની ચાંચ વડે પકડી ને લાવતો જ્યારે હોલી એમાંથી માત્ર નામ પૂરતો સામન લય બીજો નીચે નાખી દેતી.બીજો દિવસ થયો રાબેતા મુજબ નો ક્રમ ચાલુ જ રહો પણ આજે એક ફેરફાર થયો હતો .આજે હોલો જેટલું પણ ઘાસ ને ડાળખાં લાવતો એ બધા હોલી માળો બનાવવા માટે ઉપયોગ માં લઇ લેતી.આજે હોલો પોતાના કામમાં સંપૂર્ણ સજાગ થઇ ગયો હતો.એને ખબર પડી ગઈ હતી હું કેવું ઘાસ કે ડાળીયો લઈ જાવ તો યોગ્ય માળો બાંધવામાં કામ આવે.
આના ઉપર થી આપણને શીખવા મળે કે ઘર રુપી માળાનો આર્કિટેક હોલી જેવો હોવો જોઈએ .જે ઘરરૂપી માળો બનાવવા યોગ્ય હોય તેવાં જ નિયમો ને અનુસરે.અને સામે વાળી વ્યક્તિ પણ હોવા જેવી હોવી જોઈએ જે યોગ્ય માળો બનાવવા માટે પોતાની તરફ થી વિના અટકે પુરો સાથ આપે..
~✍️Aj.....
#માળો