કાવ્ય શીર્ષક - જીવન નો અર્થ!
જીવન નો ખરો અર્થ ઘડપણ સમજાવે છે,
ગુમાવેલી રંગીન પળો નું સ્મરણ કરાવે છે.
દરિયાઈ મોજાનો લયબધ્ધ ઘુઘવાટ,
ઘોર અંધારી રાત્રિનું ઘટાટોપ આકાશ,
કરોડો તારલાઓનો ઝગમગાટ,
સવારે પંખીઓના ટોળાનો ચહકાટ,
ખળખળ વહેતા ઝરણાં,
લીલા હરિયાળા ખેતરો,
શીતળ પવનની લેહરો,
મિત્રો સાથેની મહેફિલો,
જીવન માણવાની આ ક્ષણો ફરી પાછી આવશે?
હતું કે નિવૃત્તિ જીવન જીવવા ની કળા શીખવશે.
પણ હવે શરીર સાથ નથી આપતું....
દાદરા ચઢતાં પગ દુઃખે છે,
ક્યારેક છાતીમાં અગન ફૂટે છે,
બેઠા બેઠા પણ ચક્કર આવે છે,
બેતાલા પેહરેય ધૂંધળું દેખાય છે,
મોઢાના દાંત પડી ગયા,
કમરના મણકા ઘસાઈ ગયા,
ફેફસાં હંફાઈ ગયા,
મોઢાના સ્વાદ સુકાઈ ગયા.
જીવનમાં મસ્તી કરવાની ત્યારે વેહવારિક બન્યા,
ઘણી આપાધાપી કરી જે હવે નિરર્થક લાગે છે.
એલેજ હવે આ સલાહ આપવી સારી લાગે છે,
જીવીલો જિંદગી, મોજ કરો એ યોગ્ય લાગે છે.