શબ્દોનો અર્થ જ તો છે કે જે હંમેશા વિવાદમાં રહેતો હોય છે. કહેવામાં શું આવે છે અને સમજવામાં શું આવે છે. જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સંબંધોને સાચવવા મુશ્કેલ બને છે. આપણે આપણી કોઈ પાર્ટી ચલાવવાની નથી કે એક પક્ષે કંઈક કહ્યું અને બીજો પક્ષ બેસીને પોતાની રીતે એનો અર્થ કાઢે અને રજુ કરે.
શબ્દો વિના અર્થ વ્યર્થ. પણ અર્થ પ્રમાણે કયા શબ્દો ક્યાં બોલવા જોઈએ એનું જો ધ્યાન રાખવામાં આવે તો ઘણી ગેરસમજો નિવારી શકાય છે. ગુસ્સામાં માણસ મોટા ભાગે સાચું જ બોલતો હોય છે માટે ત્યારે એ જે કહે છે તે જ એનો અર્થ પણ હોય છે. કામના સ્થળે કેટલાક લોકો એવા હોય છે જે આપણી સામે તો ખૂબ જ સારુ બોલીને સારો દેખાવ કરતા હોય છે પણ એનો કોઈ અર્થ નથી, જો અન્ય લોકો સામે તો એ આપણાં વિશે ખરાબ બોલતાં હોય.
#અર્થ