Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રગતિનો આધાર પોતે એના માટે કેટલા તૈયાર છે એનાં પર છે. ઘણાં એવા હોય છે કે જે કામ શરુ કરે છે પણ જો કોઈ કહે કે મારા એક ઓળખીતા આ જ કરતા હતા પણ આજે એમની હાલત ખૂબ જ ખરાબ છે. એટલે પોતે એની યોગ્ય તપાસ કર્યા વગર જ આગળ વધતા અટકી જાય છે. તપાસ તો કરો બની શકે કે આ જ કામથી કોઈ બીજુ ખૂબ જ પ્રગતિ કરી ચૂક્યું હોય! ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિ પોતે ખોટા રસ્તે હોવા છતાં પણ આગળ વધતા જ રહે છે. આવા કિસ્સામાં એવું પણ બને કે અનાયાસે સફળતા મળે. પરંતુ દરેક વખતે હું કહું તે જ સાચું એવું કરતા રહે તેમને પછીથી કોઈ સાચી વાત જણાવતા નથી.
આપણી પાસે એવા ઘણાં ઉદાહરણો છે કે જેમણે ઘણી ઊંચી મહત્વાકાંક્ષા રાખી હતી પરંતુ અંતે કહીને ગયા કે મારો રસ્તો ખોટો હતો. ગમે એટલું ભેગું કરો છેવટે તો ખાલી હાથે જ જવાનું છે. નેપોલિયન, સિકંદર, હિટલર અને આવા કેટલા બધા જે એવું જ માનતા હતાં કે હું પોતે જ સર્વસ્વ છું. પરિણામ સૌ જાણે જ છે.
આપણે પોતે જ આપણાં ભાગ્યના રચયિતા છીએ. ભલે એવું કહેવાય કે ભાગ્ય પહેલાથી જ લખાયેલું હોય પણ એ લખેલું સાચું તો આપણે પોતે જ કરી શકીએ છીએ. આપણે પોતે જ દરરોજ પોતાની જાતને વચન આપીને સુઈ જવું જોઈએ કે કાલે હું આજે છું એનાથી પણ વધુ સારુ કાર્ય કરીને મારી જાતને આગળ વધારીશ. આપણે પોતે જ જાણીએ છીએ કે આપણે શું બનવા માંગીએ છીએ અને આપણી એ માટેની ક્ષમતા કેટલી છે. ક્ષમતા પ્રમાણે આપણે પોતે જ આગળ વધતા રહેવું પડશે.

#પોતે

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111448104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now