તમે #નસીબદાર છો, મોટામાં મોટી ગંદી ગાળ
#નસીબ એક ભ્રામક શબ્દ છે. કેટલું સરળ છે એ બધુંય #નસીબ પર છોડી દેવું, જ્યારે તમારી પાસે હવે તે બધુંય કરવાની ઈચ્છા જ નથી રહી. અને એ વખતે જ્યારે કોઈ કહે છે કે જોને બિચારા એ કેટકેટલું કર્યું... તેનું #નસીબ જ ખરાબ છે. આ વાક્ય જેને જીવનમાં કઈ નથી કરવું તેને માટે બાકીની જીંદગી આરામથી બિચારા, બેસહારા બનીને પૂરી કરવા માટેનો આશરો છે.
મને તો આ #નસીબ શબ્દ એકદમ સુંવાળો લાગે છે. નકામા, કાયર, નબળા, બાયલા, બીકણ લોકો આનો સહારો લઈને પોતે કંઈ કરતાં નથી. અને જે કોઈ પોતાનાથી આગળ નીકળી જાય છે તેને તે નસીબદાર છો તેવું કહે છે.
મહેનત કરીને, અથાગ પરિશ્રમ કરીને, હિંમત કરીને, સેવેલા સપનાં સાકાર કરવા રાતદિવસ એક કરીને જે વ્યક્તિ જીવનમાં કોઈ મુકામે પહોંચ્યો હોય અને કોઈ એમ કહે કે તમે તો #નસીબદાર છો, તો તેના જેવી એકેય ગંદી ગાળ નથી.
#નસીબ