આશરો
જન્મથી પગભર થાય ત્યાં સુધી સંતાનને આશરો માવતરનો.
માવતર સઘળું ભૂલી સંતાનનો જ વિચાર કરે.સંતાન પગભર થાય ત્યારે જ હાશ થાય.ઘડપણમાં માવતરને આશરો સંતાનનો,ત્યારે જ સંતાનો માવતર નો ત્યાગ, સંઘર્ષ,પ્રેમ સઘળું ભૂલી માવતરની અવહેલના કરે ત્યારે માવતર કોનો આશરો શોધે? ના છૂટકે ઘરડાઘર નો આશરો મેળવે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.