નસીબનું શીર્ષક મને હમેશા આશ્ચર્ય પમાવે છે,
નસીબ ભરોસે રેહવું એવું ક્યાં કોઈ બતાવે છે?
સાંભળી સાંભળીને મનાંકનો દૃઢ થયાં છે,
શું ખરેખર, લોકો નસીબે જ સમૃદ્ધ થાય છે?
સુખ, સમૃદ્ધિ અને દામ્પત્ય નસીબે કેહવાય છે,
જીરવી ના શકાય એમાં વાંક કોનો કઢાય છે?
નસીબના ભરોસે રેહવા વાળા મને તપાવે છે,
શું ખરેખર, પરિશ્રમ નસીબને હરાવે છે?
#નસીબ