Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વખતે એક સરખી સફળતા જોઈએ તો આ વાત યાદ રાખજો

અનેક લોકોની ફરિયાદ હોય છે તેઓ પ્રયાસ હંમેશા એક સરખો જ કરે છે પરંતુ સફળતા દરેક વખતે એક સરખી નથી મળતી. ક્યારેક અપેક્ષાકૃત વધુ સફળતા મળી જાય છે તો ક્યારેક આશા હોય તેના કરતા ઓછી મળે છે. સફળતા હંમેશા એક સરખી રહે, તેની માટે બાહ્ય કારણો સાથે આંતરિક કારણો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

આખરે શા માટે આપણે દરેક વખતે સફળ નથી થઈ શકતા. કોઈ વસ્તુ ક્યારેક આપણને અંદરખી ખોખલી કરી દે છે અને કયા એ કારણ છે જેને આપણે આજ સુધી સમજી નથી શક્યા.

કોઈ પણ કામમાં કુશળતા ત્યારે જ આવે છે જ્યારે તેમાં નિરંતરતા હોય, વગર નિયમિત અભ્યાસે કોઈ સિદ્ધિ નથી મળતી. ભગવાન હનુમાન આ પ્રકારના સંકેત કરી રહ્યા છે જ્યારે કોઈ કામ કરો, તેમાં નિરંતરતા બનાવી રાખો. ત્યારે જ તે કામ અને તેની કુશળતા તમારી સિદ્ધિ બની જશે.

સફળતાનો એક સિદ્ધાંત એ છે કે, કાં તો તમે સ્થિતિઓને અપનાવી અનુકૂળ બનાવી લો કે પરિસ્થિતિઓને અનુકૂળ બની જાઓ. બંને સ્થિતિઓમાં સંઘર્ષ ભલે હોય, પરંતુ સફળતા સરળતાથી મળી જાય છે. શ્રીહનુમાન ચાલીસાની બત્રીસમી ચોપાઈ છે...

राम रसायन तुम्हरे पासा। सदा रहो रघुपति के दासा।।

તેની બીજી પંક્તિમાં એક શબ્દ આવ્યો છે-સદા. આવો આ સરળ શબ્દોને જીવન સાથે જોડીને જોઈએ. હનુમાન ચાલીસામાં જે રસાયણની ચર્ચા થઈ છે અને જે હનુમાનજીની પાસે છે, તેનો અર્થ છે બધી પરિસ્થિતિઓ પ્રમાણે અનુકૂળ રહેવું...

આ રસાયનનો આધ્યાત્મિક સંદેશ એ છેકે આપણે એવી રીતે રહેવું જોઈ કે આપણે સંસારમાં રહીએ, સંસાર આપણામાં ન રહે. સદાય રહો રઘુપતિના દાસા તેમાં સદાય શબ્દ મહત્વપૂર્ણ છે. શ્રીરામે હનુમાનજીએ તેમની ઉપયોગીતા, તેમના સમર્પણ અને ભક્તિને કારણે સદાય પોતાની પાસે રહેવું ગૌરવ આપ્યું છે.

શ્રીરામનું માનવું છે કે ન જાણે ક્યારે, કંઈ સમસ્યા આવી જાય. એટલા માટે સમાધાન હેતુ શ્રી આંજનેયની સાથે રહેવું સારું છે. પ્રબંધનનું સૂત્ર છે કે, જો તમે સમાધાનનો હિસ્સો નથી તો પછી તમે પોતે એક સમસ્યા જ છો.

હનુમાનજીનું આ સમાધાનકારી ચરિત્ર આપણને જીવન તત્વોનો યોગ્ય ઉપયોગ કરતા વ્યક્તિત્વના વિકાસની પ્રેરણા આપે છે. પરમાત્માની નિકટતા મોટી ઉપલબ્ધિ છે. તે સદાય રહેવી જોઈએ. એવું ન હોય કે આજે સફળ થયેલ, લાપરવાહીને લીધે આવતીકાલે સફળતા જીવનમાંથી સરકી જાય.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111444091
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now