Gujarati Quote in Motivational by Ashish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુક્રવાર ની શ્રદ્ધા.................

જો વિષય હો શ્રદ્ધાનો તો પુરાવા ની શું જરૂર છે........
ગીતા મા કયાં કૃષ્ણ ની સહી છે...
શ્રદ્ધા શબ્દ મા શ્રત અને ધા એમ બે શબ્દો સમાયેલા છે.શ્ર ત એટલે માનવું....અને ધા ધાતુ નો અર્થ ધારણ કરવું એવા છે. શ્રદ્ધા શબ્દ નું તાત્પર્ય એ છે કે ધારણ કરનાર શક્તિ. શ્રદ્ધા જ સાધના નો સેતુ છે, પુરુષાર્થ નો પ્રાણ છે અને સફળતા નો સ્તંભ છે. મિત્રો,
શ્રદ્ધા ના સથવારે જ માનવજીવનનું અસ્તિત્વ, રક્ષણ, પોષણ અને સંવર્ધન શક્ય છે.
શ્રદ્ધા સાચી હોયતો, કબૂલ કરે કિરતાર.,.....ભાવ વગર ની સેવા, પહોંચે શું પ્રભુ દ્વાર.....શ્રદ્ધા એટલે પ્રભુ પ્રત્યે સમર્પણ, શરણાગતિ, દાસભાવ અને દીનતા. માટે જ કહ્યું છે, શ્રદ્ધા વિહોણી જિંદગી, જગ માં કદી ફળતી નથી. We believe that faith in God gives meaning and purpose to the human life....
મનુષ્ય જીવન ની પ્રત્યેક સુખમય ક્ષણ કેવળ શંકા કે તર્ક થી નહિ પણ શ્રદ્ધા થી જ વ્યતીત થાય છે.
આપ સૌ ની શ્રદ્ધા ની નાવ, ધીરજ ના હલેસા થી ભરોસા નો ભવસાગર પાર કરે તેવી પ્રભુ પ્રાર્થના...શ્રદ્ધામય શુભેચ્છા..આશિષ બીના ના વંદન

Gujarati Motivational by Ashish : 111443968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now