જીવન મળી ગયું , જીવવું કેમ શીખવું બાકી રહ્યું.
આકાશ મળી ગયું, અધ્ધર કેમ રહેવું શીખવું બાકી રહ્યું
ધરા મળી ગઈ , પરિપકવ કેમ થવું શીખવું બાકી રહ્યું
ફૂલ બની ગયા, મહેકવું કેમ શીખવું બાકી રહ્યું
સાગર મળ્યો ખારો , નદી સમું કેમ થવું મીઠા શીખવું બાકી રહ્યું.
ચાંદો સૂરજ મળી ગયા , કિરણો સમા કેમ પાથરવા તેજ શીખવું બાકી રહ્યું.
મનુષ્ય જન્મ મળી ગયો ,માણસાઈ કેમ રાખવી એ શીખવું બાકી રહ્યું.
#શીખો